અંજાર: પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી જુગારનો ગણનાપાત્ર કેશ શોધી કાઢતી દુધઈ પોલીસ
Anjar, Kutch | Aug 27, 2026 દુધઈ પીઆઈ એન.બી.ડોડીયાની સુચનાથી દુધઈ પોલીસ સ્ટેશનના પોલીસ સ્ટાફ પો.સ્ટે. વિસ્તારમા પેટ્રોલિંગમા હતા તે દરમિયાન ખાનગી રાહે મળેલ બાતમી હડીકત આધારે તુલસી હોટલની પાછળ પાર્કિગમા ખુલ્લી જગ્યામા ગંજીપાના વડે જુગાર રમતા સાત આરોપીઓ ગણપત સોનાભાઈ ઠાકોર,હિતેશ માધાભાઈ ઠાકોર,રઘુભાઈ ચમનભાઈ ઠાકોર,મેરાજ ગોવિંદભાઈ રબારી,મુકેશ મણીલાલ ઠાકોર,વિષ્ણુ મેરામભાઈ ઠાકોર અને રમેશભાઈ વાઘાભાઈ કેવરને રોકડા રૂપિયા 17,900 સાથે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.