નખત્રાણા: નખત્રાણા પ્રાંત અધિકારીની નિરોણા નજીક સરપ્રાઈઝ રેડ: ગેરકાયદે ખનન ઝડપાયું, ૭૫ લાખનો મુદ્દામાલ જપ્ત
કચ્છના નખત્રાણા તાલુકાના નિરોણા નજીક ગેરકાયદે ખનન પ્રવૃત્તિ સામે વહીવટી તંત્રે લાલ આંખ કરી છે. નખત્રાણા પ્રાંત અધિકારી ઉત્કર્ષ ઉજ્જવલ દ્વારા બાતમીના આધારે અચાનક પાડવામાં આવેલી સરપ્રાઈઝ રેડથી ખનિજચોરોમાં ભારે ફફડાટ અને નાસભાગ મચી ગઈ હતી.