ખંભાત: રોહિણી ખાખસર વચ્ચે જર્જરિત ગરનાળા પરથી બાઈક ચાલક કાંસમાં ખાબકતા મોત
Khambhat, Anand | Aug 18, 2026 મૃતક વિનુભાઈ ગતરોજ મીતલી ગામે પોતાની સાસરીમાં ગયા હતા. રાત્રિના સુમારે તેઓ પોતાના બાઈક પર સવાર થઈને પરત જાફરાબાદ સ્થિત ઘરે જવા માટે નીકળ્યા હતા.રોહિણીથી ખાખસર તરફ જતા માર્ગ પર આવેલા કાંસ પાસે અજાણતાં જ તેઓ કાંસમાં ખાબક્યાં હતા.જે કાંસમાં જાફરાંબાદના વિનુભાઈ શંકરભાઈ(ઉ.વ. 40)નો મૃતદેહ મળી આવ્યો હતો.જે બાદ ખંભાત ગ્રામ્ય પોલીસે મૃતદેહને કબ્જે લઇ પી.એમ અર્થે સરકારી હોસ્પિટલમાં ખસેડ્યો હતો.અને અપમૃત્યુની નોંધ કરી તપાસ હાથ ધરી છે.