ગાંધીધામ: કોર્ટ નજીક બે કાર વચ્ચે અકસ્માત, 2થી 3 લોકોને સામાન્ય ઈજા
ગાંધીધામ કોર્ટ નજીક 1 ઓક્ટોબરની મોડી રાત્રે બે બલેનો કાર વચ્ચે અકસ્માત સર્જાતા અફરાતફરી મચી હતી. અકસ્માતમાં 2થી 3 લોકોને સામાન્ય ઈજાઓ પહોંચી હોવાનું જાણવા મળે છે. ઘટનાની જાણ થતાં 108 એમ્બ્યુલન્સની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને ઇજાગ્રસ્તોને જરૂરી સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.બનાવ અંગે આદિપુર પોલીસે તપાસ હાથ ધરી છે. અકસ્માત કયા કારણોસર સર્જાયો તે અંગે પોલીસ તપાસ બાદ વધુ વિગતો સામે આવશે.