અંજાર: ઇદે-મિલાદ પર્વને લઈ કંડલા મરીન પોલીસ દ્વારા તુણા ઓ.પી. ખાતે શાંતિ સમિતિની બેઠક યોજાઈ
Anjar, Kutch | Aug 24, 2026 કંડલા મરીન પોલીસ સ્ટેશનના તુણા ઓ.પી. ખાતે આજરોજ તા. 24/08/2026ના રોજ સાંજે 6:00થી 6:30 કલાક દરમિયાન આગામી તા. 26/08/2026ના ઇદે-મિલાદ પર્વને અનુલક્ષીને આયોજકો તથા આગેવાનો સાથે બેઠક યોજાઈ હતી.પી.આઈ. એમ.બી વસાવા દ્વારા યોજાયેલી બેઠકમાં પોલીસ સ્ટેશન વિસ્તારના મુસ્લિમ તેમજ હિન્દુ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. બેઠક દરમિયાન તહેવારને શાંતિપૂર્ણ વાતાવરણમાં યોજવા અંગે જરૂરી સૂચનો આપવામાં આવ્યા હતા.