હાલોલ: હાલોલની સરસ્વતી વિદ્યા મંદિર સ્કૂલ ખાતે બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન યોજાયું હતું
સરસ્વતી વિદ્યા મંદિર, હાલોલ ખાતે શૈક્ષણિક વર્ષ 2026-27 અંતર્ગત બાળ વૈજ્ઞાનિક પ્રદશનનું ભવ્ય આયોજન તા.12 સપ્ટેમ્બર શનિવારના રોજ કરવામાં આવ્યું હતું. શાળાના પ્રમુખ, ટ્રસ્ટીઓ તથા ગુજરાતી અને અંગ્રેજી માધ્યમના આચાર્યઓ દ્વારા પ્રદર્શનનું ઉદ્ઘાટન કરી તેને ખુલ્લું મુકવામાં આવ્યું હતું.