ખંભાત: ખંભાત શહેર પોલીસે ખોવાયેલ આઇફોન 12 પ્રો શોધી કાઢી મૂળ માલિકને પરત કર્યો.
Khambhat, Anand | Sep 10, 2026 હરિયાણ વિસ્તારના પટેલ ફળીયામાં રહેતા સૌરભભાઈ કાંતિભાઈ બ્રહ્મભટ્ટનો આઇફોન 12 પ્રો કોઈ કારણોસર ખોવાઈ ગયો હતો. આ અંગે તેમણે ખંભાત પોલીસ સ્ટેશનમાં ફોન ગુમ થયા અંગેની જાણ કરી હતી અને ફરિયાદ નોંધાવી હતી.ફરિયાદ મળ્યા બાદ ખંભાત શહેર પોલીસે ટેક્નિકલ સર્વેલન્સ અને હ્યુમન સોર્સીસ (બાતમીદારો)ની મદદથી ત્વરિત તપાસ હાથ ધરી હતી.અને મૂળ માલિકને મોબાઈલ ફોન પરત કર્યો હતો.