ગાંધીધામ: ‘બી’ ડિવિઝન પોલીસની કાર્યવાહી:26 ગેરકાયદેસર વીજ જોડાણો ઝડપી પાડ્યા
કિડાણા વિસ્તારમાં ભૂતકાળમાં ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા ઇસમોના રહેણાંક મકાનોમાં ગાંધીધામ ‘બી’ ડિવિઝન પોલીસ તથા PGVCLની સંયુક્ત ટીમે સઘન ચેકિંગ હાથ ધર્યું હતું. તપાસ દરમિયાન ગેરકાયદેસર વીજ જોડાણો મળી આવતા PGVCL દ્વારા સ્થળ પર જ 26 ઈસમોના મકાનોમાંથી ગેરકાયદે વીજ ચોરી પકડી કનેક્શન કાપવાની કાર્યવાહી સાથે રૂ.12 લાખથી વધુનો દંડ ફટકારવામાં આવ્યો હતો.