હાલોલ: હાંલોલના માંડવી ગામે ઝાડ અને સુકા પાંદડામાં વિકરાળ આગ,ફાયર બ્રિગેડની ત્વરિત કામગીરીથી મોટી હોનારત ટળી
હાંલોલના માંડવી ગામ ખાતે રસ્તાની બાજુમાં પડેલા કાપેલા સૂકા ઝાડ અને પાંદડાના ઢગલામાં અચાનક ભીષણ આગ ફાટી નીકળી હતી. આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું અને નજીકમાંથી પસાર થતી વીજળીની હાઇટેન્શન લાઇન તથા પાસે આવેલા રહેણાંક મકાનો તરફ આગળ વધવા લાગી હતી.બનાવ અંગેની જાણ થતાં જ ફાયર કંટ્રોલ રૂમ દ્વારા ત્વરિત પગલાં ભરવામાં આવ્યા હતા.