અંજાર: એસટી ડેપોના ૧૧ ગેરહાજર કર્મચારીઓ સામે ડેપો મેનેજર દ્વારા કડક કાર્યવાહી
Anjar, Kutch | Aug 27, 2026 અંજાર એસટી ડેપોમાં લાંબા સમયથી ગેરહાજર રહેતા ૧૧ કર્મચારીઓ સામે કડક શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવી છે. ડેપો મેનેજર એચ. આર. શામરાના માર્ગદર્શન હેઠળ કાયદેસરની કાર્યવાહી બાદ ૯ કંડક્ટર અને ૨ ડ્રાઇવરને નોકરીમાંથી કાયમ માટે ડિસમિસ (બર્તરફ) કરવામાં આવ્યા છે.