ગાંધીધામ: અંતરજાળ વિસ્તારમાંથી જુગારનો ગણનાપાત્ર કેશ શોધી કાઢતી આદિપુર પોલીસ
આદિપુર પીઆઇ એમ.સી વાળાની સુચનાથી આદિપુર પોલીસ દ્વારા અંતરજાળ આકારવિલા સોસાયટી ગેટ પાસે ખુલ્લામાં સ્ટ્રીટ લાઈટના અજવાળામાં ગંજીપાના વડે જુગાર રમતા સાત આરોપીઓ પ્રહલાદસિંહ મોહનસિંહ વાઘેલા,જતીન હરેશભાઈ મહેતા,રાજદિપસિંહ કિશોરસિંહ રાઠોડ,સુખદેવસિંહ મહાવિરસિંહ રાણા,અનિરૂધ્ધસિંહ મોહનસિંહ વાઘેલા,ભાવેશ જશવંતગીરી ગોસ્વામી અને કૃષ્ણપાલસિંહ અજીતસિંહ વાઘેલાને રોકડ રકમ 13,700 સાથે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.