અંજાર: ખેડોઈ પાસે કારમાં ભીષણ આગ, એક વ્યક્તિનું મોત
Anjar, Kutch | Aug 25, 2026 અંજારના ખેડોઈ નજીક મોમાઈ હોટલ પાસે મોડી રાત્રે કારમાં અચાનક ભીષણ આગ લાગતા એક વ્યક્તિનું મોત થયું હતું. બનાવની જાણ અંજાર ફાયર કંટ્રોલ રૂમને થતાં ફાયર ઇન્ચાર્જ હાર્દિકભાઈ, ફાયર હેલ્પર મહેન્દ્રભાઈ અને ડ્રાઇવર રામજીભાઈ સહિતની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. ફાયર ટીમે આગ પર કાબૂ મેળવવા કામગીરી હાથ ધરી હતી. બનાવ અંગે પોલીસે પણ સ્થળ પર પહોંચી જરૂરી કાર્યવાહી હાથ ધરી છે.