ગાંધીધામ: બી ડિવિઝન પોલીસે સપનાનગરમાંથી લાખોનો વિદેશી દારૂ કબ્જે કર્યો
બી ડિવિઝન પોલીસે ગાંધીધામ સપનાનગર વિસ્તારમાં દરોડો પાડી વિદેશી દારૂના જથ્થા સાથે એક ઇસમની ધરપકડ કરી છે. પેટ્રોલીંગ દરમિયાન મળેલી ચોક્કસ બાતમીના આધારે પોલીસે મકાન નંબર ઈ-53 માં દરોડો પાડયો હતો. આ સ્થળેથી 40 વર્ષીય જીતેન્દ્ર પરષોત્તમ ભાટિયાને અલગ અલગ બ્રાન્ડનીવિદેશી દારૂની બોટલો અને મોબાઇલ સહિત કુલ રૂ. 2,06,549 ના મુદ્દામાલ સાથે ઝડપી લીધો હતો. આ જથ્થો પૂરો પાડનાર રાજસ્થાનના યોગેશ સામે પણ ગુનો નોંધી આગળની કાયદેસરની તપાસ હાથ ધરાઈ છે.