હાલોલ: હાલોલ નજીક ખાખરીયા કેનાલ પાસે અકસ્માત,ટાટા એસી ગાડીએ સાયકલ ચાલકને અડફેટે લીધો, ચાલક ગંભીર રીતે ઘાયલ
હાલોલ નજીક આવેલા ખાખરીયા કેનાલ પાસે આજે બુધવારે બપોરના સમયે એક માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે. વિન્ડર કંપનીમાં નોકરી પૂર્ણ કરીને સાયકલ પર પરત ઘરે જઈ રહેલા બાકરોલ ગામના રહેવાસી દિલીપસિંહ ભીમસિંહ ગોહિલને એક પુરપાટ ઝડપે આવતી ટાટા એસી ગાડીના ચાલકે જોરદાર અડફેટે લીધા હતા. આ અકસ્માતમાં સાયકલ ચાલક દિલીપસિંહને હાથમાં ફેક્ચર થવા સાથે પગના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી.