હાલોલ: હાલોલના ગોધરા બાયપાસ પર સંકલ્પ હોટલ નજીક વીજ કેબલમાં શોર્ટ સર્કિટથી આગ
હાલોલના ગોધરા બાયપાસ રોડ પર આવેલી સંકલ્પ હોટલની બાજુમાં આજે ગુરુવારના રોજ ખુલ્લી જગ્યામાં પડેલા સૂકા ઘાસ અને પાંદડાઓમાં અચાનક આગ ભભૂકી ઉઠતા આસપાસના વિસ્તારમાં દોડધામ મચી ગઈ હતી. જોકે, ફાયર બ્રિગેડની ટીમે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવી લેતા મોટી દુર્ઘટના ટળી હતી.