ખંભાત: ખંભાત શહેરમાં રહેતી પરિણીતા પુત્ર સાથે ગૂમ થતાં ચકચાર
Khambhat, Anand | Nov 11, 2026 ખંભાતના શહેરના અલૈયાપાડા ખાતે રહેતી ફિરદોશબાનુ મોહંમ્મદસમીર મોહંમદયુસુફભાઈ નામની 28 વર્ષીય પરિણીતા 4 વર્ષના પુત્ર મોહંમદજીયાનને લઈને ઘરેતી પેટલાદ પીયરમાં જાવ છું તેમ જણાવીને નીકળી હતી. ત્યારબાદ ક્યાંક ગૂમ થઈ જવા પામી હતી. જેની લાગતા વળગતા તમામ સગાસંબંધીઓને ત્યાં તપાસ કરી હતી તેમ છતાં પણ કોઈ પત્તો ના મળતા આ અંગે ખંભાત શહેર પોલીસે જાણવા જોગ નોંધ દાખલ કરીને તપાસ હાથ ઘરી છે.