હાલોલ: શ્રીરામના આગમનના આનંદમાં ‘વિરાટ નારાયણ વન’ ખાતે ‘હરિયાળી દિવાળી’નો આધ્યાત્મિક સંકલ્પ“એક વૃક્ષ વાવીએ, એક જીવન બચાવીએ
અયોધ્યાની પાવન નગરીમાં પ્રભુ શ્રીરામ, માતા સીતા અને લક્ષ્મણજીના પુનઃઆગમનના આનંદ અને આસ્થા સાથે આપણે દિવાળીનો પવિત્ર ઉત્સવ ઉજવીએ છીએ. આ ઉત્સવ માત્ર દીપ પ્રગટાવવાનો જ નહીં, પરંતુ ધર્મ, કરુણા, સત્ય, સેવા અને લોકકલ્યાણના આદર્શોને જીવનમાં ઉતારવાનો પાવન અવસર છે.