મોરવા હડફ: મોરવા હડફના મોરા ગામમાં તંત્રનું મેગા ડિમોલિશન,200થી વધુ દબાણો દૂર કરવાની કામગીરી શરૂ
મોરવા હડફના મોરા ગામમાં તંત્ર દ્વારા માર્ગો ખુલ્લા કરવા અને ટ્રાફિકની સમસ્યા નિવારવા માટે કાચા-પાકા દબાણો દૂર કરવાની મોટા પાયે ઝુંબેશ આજે બુધવારના રોજ હાથ ધરવામાં આવી છે. પ્રાંત અધિકારી અને માર્ગ-મકાન વિભાગના અધિકારીઓની ઉપસ્થિતિમાં ચૂસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે આ કામગીરી શરૂ કરવામાં આવી છે.