ખંભાત: ખંભાતના વટાદરા ગામે આદિવાસી સંસ્કૃતિના લોકનૃત્યની રંગત જામી, ભવ્ય કાર્યક્રમ યોજાયો
ખંભાત તાલુકાના વટાદરા ગામે આવેલી કે. એસ. શાહ શાળા ખાતે આદિવાસી સંસ્કૃતિ અને લોકકળાની સમૃદ્ધ પરંપરાને ઉજાગર કરતો ભવ્ય "આદિવાસી લોકનૃત્ય" કાર્યક્રમ ઉત્સાહભેર યોજાયો હતો. ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી, ગાંધીનગરના આર્થિક સહયોગથી, કેળવણી મંડળ વટાદરા તથા શ્રી એકલવ્ય સેવા ઉત્કર્ષ મંડળના ઉપક્રમે આ ગરિમાપૂર્ણ આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન પરંપરાગત વેશભૂષામાં સજ્જ કલાકારો દ્વારા પ્રભાવશાળી લોકનૃત્યો રજૂ કરવામાં આવ્યા હતા.