હાલોલ: હાલોલના જ્યોતિ સર્કલ પાસે કેમિકલ ભરેલું ટેન્કર પલ્ટી ખાધું; મોડી રાત્રે અફરા-તફરી મચી
હાલોલ શહેરના વ્યસ્ત વિસ્તાર ગણાતા જ્યોતિ સર્કલ પાસે ગતમોડી રાત્રે કેમિકલ ભરેલું એક ટેન્કર પલ્ટી મારી જવાની ઘટના બની હતી. આ અકસ્માતને પગલે આસપાસના વિસ્તારમાં મોડી રાત્રે અફરા-તફરી અને ભયનો માહોલ સર્જાઈ ગયો હતો.