ખંભાત: ખંભાતના એક ગઠિયાએ ખોટી રીતે વકીલ તરીકે ઓળખ આપી કલેકટરનો ખોટો હુકમ બનાવી છેતરપિંડી કરનાર સામે ખંભાત બાર એસોસિએશનનો વિરોધ
Khambhat, Anand | Aug 19, 2026 તાજેતરમાં પેટલાદમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં એક ગઠિયાએ પોતાની જાતને વકીલ તરીકે ઓળખાવી કલેકટરનો ખોટો હુકમ બનાવી એક વ્યક્તિ સાથે 3 લાખ રૂપિયાની છેતરપિંડી કરી હતી.આ ઘટનાને લઈને વકીલ આલમમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.ખંભાત બાર એસોસિએશનના પ્રમુખ વિશાલ જાનીએ જણાવ્યું હતું કે, સોશિયલ મીડિયા પર 'ખંભાતના વકીલ'ના નામથી ચાલી રહેલી પોસ્ટને કારણે ખંભાતના સાચા વકીલોની પ્રતિષ્ઠાને નુકસાન થઈ રહ્યું છે.ગુનો આચરનાર શાહીદ ઇમ્તિયાઝ શેખ કોઈ વકીલ નથી.