ખંભાત: ખંભાતની દીકરી બિલ્કીસ નાઝ બની અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેનની પ્રથમ મહિલા HSR પાયલોટ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટ ગણાતા મહત્ત્વાકાંક્ષી અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં ગુજરાત માટે એક ગર્વભર્યા સમાચાર સામે આવ્યા છે. દેશના આ અત્યાધુનિક હાઈ-સ્પીડ રેલ (HSR) પ્રોજેક્ટ માટે ટ્રેન પાયલોટ તરીકે પસંદગી પામનાર ગુજરાતની પ્રથમ યુવતી બનવાનું બહુમાન ખંભાતની ખમીરવંતી દીકરી બિલ્કીસનાઝ મિર્ઝાએ પ્રાપ્ત કર્યું છે.હાલ તેઓ સુરત ખાતે પોસ્ટિંગ મેળવીને હાઈ-સ્પીડ રેલ સંચાલનની વિશેષ તાલીમ પ્રાપ્ત કરી રહ્યા છે.