મહાનગરપાલિકામાં સમાવેશ થયેલા મેઘપર બોરીચીની સોસાયટીના વિસ્તારો વ્યાપક સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે.કથળતી અને કંગાળ સ્થિતિથી લોકોની મુશ્કેલીઓ વધી રહી છે. ખાસ કરીને મેઘપર બોરીચીના ઘનશ્યામ નગર વિસ્તારમાં સ્થાનિકો અને વાહનચાલકોને પાણી ભરાવવાની ગંભીર સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. અહીંના મુખ્ય રસ્તાઓ પર વરસાદનું અને ગટરનું ગંદુ પાણી ઉભરાઈને ફેલાઈ ગયું છે.વહીવટી તંત્ર તાત્કાલિક આ ગંદકી દૂર કરી માર્ગોનું સમારકામ કરે તેવી લોકમાંગ ઉઠી છે.