ખંભાત: ધુવારણ ખાતે ગેઇલ ઇન્ડિયા અને જિલ્લા ડિઝાસ્ટર મેનેજમેન્ટ દ્વારા ગેસ ગળતર અંગેની મેગા મોકડ્રિલ યોજાઈ
Khambhat, Anand | Oct 31, 2026 ખંભાતના ધુવારણ ખાતે જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્ર અને ગેઇલ (ઇન્ડિયા) લિમિટેડના સંયુક્ત ઉપક્રમે મોકડ્રિલનું આયોજન કરવામાં આવ્યું હતું. ગેસ પરિવહન કરતી પાઈપલાઈનમાં સંભવિત ગળતર અને તેના કારણે લાગતી આગ જેવી કટોકટીની સ્થિતિમાં વહીવટી તંત્રની સજ્જતા ચકાસવા માટે આ કવાયત હાથ ધરાઈ હતી.કાર્યક્રમના અંતે એક સમીક્ષા બેઠક પણ યોજવામાં આવી હતી.સમગ્ર કામગીરીનું મૂલ્યાંકન કરી સુરક્ષા વ્યવસ્થાને વધુ સજ્જ કરવા માટેના જરૂરી સૂચનો અને સુધારાત્મક પગલાંઓ પર ચર્ચા કરી