ખંભાત: ભાલપંથકમાં ખેડૂતોએ પાણી માટે ખેતરોમાં ઢોલ વગાડયા, હજારો હેકટર જમીનમાં ડાંગરનો પાક જોખમમાં
ભાલ પંથકમાં આશરે 50 હજાર હેક્ટર જમીનમાં રોપાણ કરેલ ડાંગરનો પાક પાણીના અભાવે મુરઝાઈ રહ્યો છે. સિંચાઈ માટે પૂરતું પાણી ન મળતા ખેડૂતોએ ઢોલ વગાડીને સરકાર સામે ઉગ્ર રોષ વ્યક્ત કર્યો છે અને કેનાલોમાં પૂરતા પાણીની માંગ કરી છે.મહી સિંચાઈ યોજના દ્વારા 6000 ક્યુસેક પાણી માત્ર દસ દિવસ માટે છોડવામાં આવ્યું હોવા છતાં, તારાપુર અને ખંભાત તાલુકાના ભાલપંથકના છેવાડાના ખેતરો સુધી પાણી પહોંચ્યું નથી.જેથી ખેતરોમાં તિરાડો પડી ગઈ છે.આ પાણી માત્ર સરકારી ચોપડે જ નોંધાયુ.