ગાંધીધામ: દીનદયાળ પોર્ટ કંડલાએ 70 MMT કાર્ગો હેન્ડલિંગનો ઐતિહાસિક આંકડો પાર કર્યો
દીનદયાળ પોર્ટ ઓથોરિટી (DPA) કંડલાએ નાણાકીય વર્ષ 2026-27માં 70 મિલિયન મેટ્રિક ટન (MMT) કાર્ગો હેન્ડલિંગનો મહત્વપૂર્ણ સીમાચિહ્ન હાંસલ કર્યું છે. 22 ઓગસ્ટ, 2026ના રોજ પોર્ટે 70.03 MMT કાર્ગો હેન્ડલિંગ નોંધાવ્યું છે.આ સિદ્ધિ સાથે દીનદયાળ પોર્ટ તમામ મેજર પોર્ટ્સમાં સૌથી ઝડપી 70 MMTનો આંકડો પાર કરનાર પોર્ટ બન્યો છે.ગયા વર્ષની સરખામણીએ આ સિદ્ધિ 32 દિવસ વહેલી હાંસલ કરવામાં આવી છે.વર્ષ-દર-વર્ષ ધોરણે પોર્ટના કાર્ગો હેન્ડલિંગમાં 23.02 ટકાની વૃદ્ધિ નોંધાઇ છે