ખંભાત: ખંભાતના નગરા ગામે ભાતીગળ ભવ્ય લોકમેળામાં જનમેદની ઉમટી.
Khambhat, Anand | Sep 11, 2026 ખંભાતના નગરા ખાતે આવેલા કોટેશ્વર મહાદેવના મંદિરે દર વર્ષે કોટેશ્વરનો મેળો જામે છે.આજ રોજ યોજાયેલ મેળામાં જિલ્લાભરના શ્રદ્ધાળુઓ નગરા ખાતે ઉમટ્યા હતા.વિશાળમેદનીએ પ્રાચીન ઐતિહાસિક કોટેશ્વર કુંડમાં સ્નાન કર્યું હતું.શ્રાવણ માંસના અંતિમ દિવસે કોટેશ્વર મહાદેવના ભક્તોએ વિશેષ દર્શનનો લાભ લઇ ધન્યતા અનુભવી હતી.ખંભાતના નગરા ખાતે ભરાયેલા ભવ્ય મેળામાં ખાણી-પીણીના વસ્તુઓ સ્ટોલ લાગ્યા હતા. મનોરંજન રાઈડ્સની મજા બાળકોએ માણી હતી.