અંજાર: મેઘપર-કુંભારડીમાં ટ્રકની અડફેટે એક્ટિવા સવાર મહિલાનું મોત
Anjar, Kutch | Nov 4, 2026 મેઘપર-કુંભારડીના અરિહંત નગરમાં રહેતા લલિત રમણીક ચૌહાણ માતા ફાલ્ગુનીબેન સાથે એક્ટિવા પર વેલસ્પન કંપનીએ જવા નીકળ્યા હતા. દરમિયાન બંસરીવિલા સોસાયટી નજીક પાછળથી આવેલી અજાણી ટ્રકે એક્ટિવાને ટક્કર મારતાં ફાલ્ગુનીબેનને ગંભીર ઈજાઓ પહોંચી હતી. સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું. બનાવ અંગે પોલીસે અજાણ્યા ટ્રકચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.