ગાંધીધામ: આદિપુર પોલીસની કાર્યવાહી :ધરફોડ ચોરીના ગુનામાં બે આરોપી ગણતરીના કલાકોમાં ઝડપાયા .71,930નો મુદ્દામાલ કબજે
આદિપુર વિસ્તારમાં દુકાનમાં થયેલી ધરફોડ ચોરીના ગુનાની તપાસ દરમિયાન પો.ઇન્સ. એમ.સી. વાળા તથા પો.સબ.ઇન્સ. આર.એમ.ડુવા અને સર્વેલન્સ સ્ટાફે બાતમી તથા હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે બે આરોપીઓ કર્મવીર સ/ઓ જલંધાર જાતે.માહતો અને જૈકીકુમાર સ/ઓ સરવણ જાતે.માહતોને ઝડપી પાડી રૂ.71,930નો મુદ્દામાલ કબજે કર્યો છે.આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.