સિહોર: કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન. રોડ પર ચક્કાજામ. સ્ટ્રીટ લાઈટ ના થાંભલા પર કાળી પટ્ટી બાંધવામાં આવી પોલીસે અટકાયત કરી
સિહોર નગરપાલિકાની અંદર છેલ્લા ઘણા સમયથી લાઈટનો પ્રશ્ન હોય જેમાં સ્ટ્રીટ લાઈટો છે તે બંધ હોય ઉપરાંત એરિયાની શેરીની લાઈટો પણ બંધ હોય અનેક વાર રજૂઆતો કરવામાં આવતા શાસક પક્ષ દ્વારા ધ્યાન ન દેવાતા કોંગ્રેસ સમિતિ દ્વારા અગાઉ અલ્ટીમેટ આપવામાં આવેલું પરંતુ કોઈ કાર્યવાહી ન થાતા ગત મોડી રાત્રિના સમયે કોંગ્રેસ દ્વારા વોર્ડ નંબર એકમાં સ્ટ્રીટ લાઈટ ના થાંભલા ને કાળી પટ્ટી બાંધી વિરોધ કરવામાં આવતા પોલીસ દ્વારા તમામ કોંગ્રેસ આગેવાની અટકાયત કરવામાં આવી હતી