ખંભાત: ખંભાતના હલવાસન સુતરફેણીના વિદેશના ઓર્ડરોને પણ મોંઘવારીની અસર થતા 20% નો ઘટાડો
દેશમાં જ નહીં પણ સીમાપાર વિદેશમાં પણ દિવાળીની ખુશીઓમાં સામેલ થતું ખંભાતનું હલવાસન વર્ષોથી પરંપરા જાળવીને બેઠું છે. દરિયા કાંઠાના ખંભાતનું હવામાન અને ભાલિયા ઘઉંની સાનુકૂળતાને કારણે જ ખંભાતના હલવાસને મીઠાઈ ક્ષેત્રે સીમાઓ ઓળંગી છે.જો કે હાલ મોંઘવારીની ક્યાંક અસર વર્તાતા દિવાળીના નજીવા દિવસોમાં પણ ખરીદદારોની મંદ ગતિ જોવા મળી રહી હતી.અને વિદેશી ઓર્ડરોમાં પણ 20 ટકાનો ઘટાડો નોંધાયો છે.