ખંભાત: સાંઠ ગામે ચીકન બાબતે એકની લોખંડની પાઈપ અને લાકડીના ફટકા મારીને હત્યા કરનારને ખંભાત સેશન્સ કોર્ટે 10 વર્ષની સજા
તારાપુર તાલુકાના સાંઠ ગામે સાડા સાતેક વર્ષ પહેલાં ચીકન લેવા બાબતે તકરાર થઈ હતી.દરમ્યાન ત્રણ ભાઈઓએ એકને લોખંડની પાઈપ તેમજ લાકડીઓથી માર મારીને હત્યા કરી નાખી હતી.સદર કેસમાં એકને ખંભાતની સેશન્સ કોર્ટે હત્યા નહીં પરંતુ સાપરાધ મનુષ્યવધનો ગુનો માનીને દશ વર્ષની સખ્ત કેદની સજા ફરમાવી હતી. જ્યારે બેના ચાલુ ટ્રાયલ દરમ્યાન અવસાન થતાં તેમને એબેટ જાહેર કરાયા હતા.