હાલોલ: પાવાગઢમાં ધોધમાર વરસાદથી મનમોહક નજારો,પગથિયાં પરથી વહેતા વરસાદી પાણીથી સર્જાયું અદભુત દૃશ્ય
યાત્રાધામ પાવાગઢમાં ધોધમાર વરસાદનું આગમન થતાં સમગ્ર વિસ્તારનું વાતાવરણ આહલાદક બની ગયું છે વરસાદના પગલે પાવાગઢ ડુંગર પર ચારે તરફ હરિયાળી છવાઈ જતાં કુદરતનું મનમોહક રૂપ જોવા મળ્યું હતું.વરસાદની તીવ્રતા વધતાં પાવાગઢ ડુંગરના પગથિયાં પરથી વરસાદી પાણી ધસમસતું વહેતું જોવા મળ્યું હતું.