સિહોર: સિહોર નજીક બોલેરો અને બાઇક વચ્ચે ગંભીર અકસ્માત: ૨ યુવકો ઈજાગ્રસ્ત
નવા જાળીયાથી મેઘવદર રોડ (સિહોર) નવા જાળીયા ગામે રહેતા પુષ્પરાજસિંહ ગોહિલ અને તેમના ભત્રીજો મોટરસાઇકલ (GJ 04 FC 5882) પર નોકરીએ જઈ રહ્યા હતા ત્યારે સામેથી પૂરઝડપે આવતી બોલેરો (GJ 13 AT 9703) ગાડીએ જોરદાર ટક્કર મારી હતી.અકસ્માતમાં બંને યુવકોને માથા તેમજ શરીરના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી છે.પોલીસે બોલેરો ચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી