નખત્રાણા: નખત્રાણાના મંજલ ગામની સીમમાં લૂંટના ઇરાદે ખેતમજૂરની ઘાતકી હત્યા, ૨૫૦ મીટર કેબલ લૂંટી તસ્કરો ફરાર
કચ્છના નખત્રાણા તાલુકાના મંજલ ગામની સીમમાંથી સનસનાટીભરી ઘટના સામે આવી છે, જ્યાં લૂંટના ઇરાદે આવેલા બે અજાણ્યા શખસોએ ખેતમજૂર યુવાનની હત્યા કરી નાખી છે. મંજલ સીમમાં આવેલી વાડીમાં રાત્રિના સુમારે પ્રાણઘાતક હથિયારો સાથે ઘૂસેલા શખસોએ ખેતમજૂર કિરણભાઈ નાયકાને ધમકી આપી, છાતીના ભાગે ઊંધી કુહાડીનો જીવલેણ ઘા ઝીંકી દીધો હતો. હુમલા બાદ લોહીલુહાણ હાલતમાં જીવ બચાવવા બીજી વાડી તરફ દોડી રહેલા કિરણભાઈ રસ્તામાં જ ઢળી પડ્યા હતા