અંજાર: તુણા-હડવાળા-ટકરા બંદરના ડી-નોટિફિકેશનનો નિર્ણય રદ કરવાની માછીમારોની માંગ
Anjar, Kutch | Aug 25, 2026 અખિલ કચ્છ જિલ્લા માછીમાર સેવા ટ્રસ્ટ દ્વારા તુણા-વાંઢ બંદર તથા હડવાળા-ટકરા બંદરના ડી-નોટિફિકેશનનો નિર્ણય રદ કરી બંને બંદરોને પુનઃ નોટિફાઇડ કરવા તેમજ માછીમારો માટે ટોકન સહિતની જરૂરી પ્રક્રિયા તાત્કાલિક પુનઃ શરૂ કરવાની માંગ કરવામાં આવી છે.આ અંગે મમદ હારૂન ગાઘ, હબીબ હુસેન સોડા અને રમજુ અપ્પુ સોડા સહિતના માછીમાર આગેવાનોએ રજૂઆત કરી છે.