ખંભાત: છેવાડાના ગામ સુધી સિંચાઈનું પાણી પહોંચાડવા બદલ ધારાસભ્ય ચિરાગભાઈ પટેલનો મીતલી ગામે અભિવાદન સમારોહ યોજાયો.
ચાલુ વર્ષ દરમિયાન વરસાદ ન પડવાના કારણે સિંચાઈ માટે ગુજરાત સરકારમાં રજૂઆત કરતા છેવાડાના ગામ સુધી પાણી પહોંચાડવામાં આવ્યું હતું.તેના અનુસંધાને આજરોજ મીતલી ગામે ચારણમાતાના મંદિર ચોકમા અભિવાદન સમારોહ યોજાયો હતો. આ પ્રસંગે મીતલીના ગ્રામજનો દ્વારા ધારાસભ્ય ચિરાગભાઈ પટેલનું ફુલહાર તથા સાલથી સન્માન કરવામાં આવ્યું હતું. અને આભાર વ્યક્ત કર્યો હતો. આ પ્રસંગે મીતલી ગામના સરપંચ રણછોડભાઈ જાદવ,ખેડૂત આગેવાન અજીતસિંહ પરમાર, વિક્રમભાઈ સહીત ગ્રામજનો હાજર રહ્યા હતા