નખત્રાણા: નખત્રાણામાં નશા વિરુદ્ધ પોલીસ કાર્યવાહી: ૩૩.૫૮ ગ્રામ ગાંજા સાથે માધાપરના શખ્સની ધરપકડ, સાધુ પાસેથી જથ્થો મેળવ્યાની કબૂલા
કચ્છના નખત્રાણા પંથકમાં નશાના કારોબાર સામે પોલીસે સપાટો બોલાવીને ગાંજાના જથ્થા સાથે માધાપરના એક શખ્સને ઝડપી પાડ્યો છે. નખત્રાણા પોલીસ ઇન્સ્પેક્ટર એ.એમ. પટેલની આગેવાની હેઠળ મળેલી બાતમીના આધારે દરોડો પાડી ભુજ તાલુકાના માધાપર ગામે રહેતા શ્રવણસિંહ શંભુભા વાઘેલાની અટકાયત કરવામાં આવી હતી. આરોપીની અંગઝડતી લેતાં તેની પાસેથી ૩૩.૫૮ ગ્રામ પ્રતિબંધિત ગાંજો મળી આવ્યો હતો.