નખત્રાણા: નખત્રાણા પંથકમાં વીજ વાયર ચોરી કરતી ગેંગનો પર્દાફાશ, એક આરોપી ૧૩.૪૫ લાખના મુદ્દામાલ સાથે ઝડપાયો
કચ્છના નખત્રાણા વિસ્તારમાં સતત બનતી વીજ વાયર ચોરીની ઘટનાઓ વચ્ચે પોલીસે સપાટો બોલાવી એક આરોપીને ઝડપી પાડ્યો છે. ચોરીના માલ અંગે મળેલી ચોક્કસ બાતમીના આધારે કાર્યવાહી કરી પોલીસે મૂળ રાજસ્થાનના અને હાલ અમદાવાદ રહેતા ૨૧ વર્ષીય સુરેશ રામકિશન કુંમાવતની ધરપકડ કરી છે.