સિહોર: સિહોર અને પંથકમાં વીજળીના કડાકા-ભડાકા સાથે વરસાદ: અસહ્ય બફારા બાદ લોકોને ગરમીથી મળી મોટી રાહત
સિહોર અને પંથકમાં વીજળીના કડાકા-ભડાકા સાથે વરસાદ અસહ્ય બફારા બાદ લોકોને ગરમીથી મળી મોટી રાહત.લાંબા સમયના અસહ્ય બફારા અને કાળઝાળ ગરમી બાદ આજે સિહોર શહેર અને તેની આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં અચાનક વાતાવરણમાં પલટો આવ્યો છે. આકાશમાં કાળા ડિબાંગ વાદળો ઘેરાવાની સાથે જ વીજળીના ભારે કડાકા-ભડાકા અને પવન સાથે મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે.