ગાંધીધામ: ગાંધીધામમાં સાયબર ઠગાઈ: લોજિસ્ટિક્સ કંપનીના ખાતામાંથી રૂ. 8.46 કરોડની ઉચાપત
ગાંધીધામની એક નોંધપાત્ર લોજિસ્ટિક્સ કંપનીના યશ બેંક ખાતામાંથી અજાણ્યા સાયબર માફિયાઓએ નેટ બેંકિંગ દ્વારા રૂ. 8,46,07,849ની ઉચાપત કરી હોવાનો બનાવ સામે આવ્યો છે.કંપનીના ખાતામાંથી કુલ 211 ટ્રાન્ઝેક્શન કરવામાં આવ્યા હતા, જેમાં 209 ટ્રાન્ઝેક્શન OTP વગર થયા હોવાનું ખુલ્યું છે. આ મામલે કંપનીના રિકવર્ડેડ મોબાઇલ નંબર પર અજાણ્યા શખ્સોએ કબજો મેળવી સાયબર ઠગાઈ આચરી હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે.