હાલોલ: હાલોલના શ્રી સ્વામી નારાયણ નિષ્ઠા વિદ્યા મંદિર ખાતે ભવ્ય અન્નકૂટ ઉત્સવ ઉજવાયો
હાલોલ-ગોધરા બાયપાસ રોડ પર આવેલ શ્રી સ્વામી નારાયણ મંદિર નિષ્ઠા વિદ્યા મંદિર ખાતે તા.9 નવેમ્બર સોમવારના રોજ ભવ્ય અન્નકૂટ ઉત્સવની ખૂબ જ ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. આ ધાર્મિક મહોત્સવમાં મોટી સંખ્યામાં સમગ્ર ગુજરાત ભરમાંથી હરિભક્તો ઉપસ્થિત રહ્યા હતા.