ખંભાત: પાધરીયા વિસ્તારમાં પાસા થયેલા લિસ્ટેટ આરોપીને પકડવા જતા પોલીસ પર પથ્થરમારો
Khambhat, Anand | Sep 29, 2026 પાસા હેઠળ ધકેલાયેલો કુખ્યાત લિસ્ટેટ આરોપી અક્ષય ઉર્ફે લલ્લો નગીનભાઈ ચુનારા ખંભાત વિસ્તારમાં જ ફરી રહ્યો હોવાની બાતમી આણંદ એલસીબી પોલીસને મળી હતી. આ બાતમીના આધારે એલસીબીની ટીમ તેને ઝડપી પાડવા માટે પાધરીયા વિસ્તાર સ્થિત ઘટનાસ્થળે પહોંચી હતી.પોલીસે આરોપી અક્ષય ઉર્ફે લલ્લાને પકડી પણ લીધો હતો, પરંતુ તેના મળતીયાઓ અને સમર્થકોએ પોલીસ ટીમ પર અચાનક પથ્થરમારો શરૂ કરી દીધો હતો.પથ્થરમારાના આ તોફાની માહોલનો લાભ ઉઠાવીને આરોપી નાશી છૂટવામાં સફળ રહ્યો હતો.