હાલોલ: હાલોલના માંડવી ગામે લાગેલી આગ પર ફાયર વિભાગનો કાબૂ, મોટી દુર્ઘટના ટળી
હાલોલના માંડવી ગામે સૂકા પાંદડામાં લાગેલી આગ રહેણાંક વિસ્તાર અને હાઈ ટેન્શન લાઈન સુધી પહોંચી હતી. હાલોલ ફાયર વિભાગની ત્વરિત કામગીરીને કારણે આગ પર કાબૂ મેળવતા મોટી જાનહાનિ કે નુકસાન ટળી ગયું છે.