અંજાર: મહેશ્વરી સમાજના ઈષ્ટદેવ અંગે કથિત અભદ્ર ટિપ્પણી મામલે અખિલ ભારત માતંગ મંડળની પોલીસ ફરિયાદ
Anjar, Kutch | Oct 23, 2026 આદિપુર મહેશ્વરી સમાજવાડી ખાતે શ્રી અખિલ ભારત માતંગ મંડળના પ્રમુખ પચાણભાઈ ઉર્ફે પરેશભાઈ માતંગના અધ્યક્ષસ્થાને સમાજની બેઠક યોજાઈ હતી. તેમાં સમાજના ઈષ્ટદેવ શ્રી ધણીમાતંગદેવ, શ્રી લુણગદેવ, શ્રી માતઈદેવ અને શ્રી મામૈદેવ અંગે સોશિયલ મીડિયા પર વાયરલ થયેલી ઓડિયો ક્લિપમાં કથિત અભદ્ર ટિપ્પણીના મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી.બેઠક બાદ સમાજના આગેવાનો અંજાર પોલીસ સ્ટેશન ખાતે પીઆઇ એચ.એ. જાડેજાને મળ્યા હતા અને કથિત અભદ્ર ટિપ્પણી મામલે ફરિયાદ નોંધાવી હતી.