હાલોલ: હાલોલની કલરવ શાળામાં ગણિત- વિજ્ઞાન મેળો યોજાયો,પ્રદર્શનમાં કુલ 138 કૃતિઓ રજૂ કરવામાં આવી
વિદ્યાર્થીઓમાં વૈજ્ઞાનિક અભિગમ, તર્ક શક્તિ, સર્જનાત્મકતા અને સંશોધન વૃતિ કેળવાય તેવા હેતુથી શાળા કક્ષાએ આજે બુધવારના રોજ વિજ્ઞાન-ગણિત મોડલ પ્રદર્શન નું આયોજન કરવામાં આવ્યું હતું. GSEB ના નિયમ મુજબ શાળાના ધોરણ 6 થી 12 ના બંને માધ્યમના વિદ્યાર્થીઓ માટે ગણિત-વિજ્ઞાન પ્રદર્શન નું આયોજન કરવામાં આવ્યું હતુ. આ પ્રદર્શનમાં કુલ 138 કૃતિઓ રજૂ કરવામાં આવી હતી