હાલોલ: હાલોલના તાજપુરા વિસ્તારમાથી 5થી 6 ફૂટ લાંબો અજગર મળ્યો, સિદ્ધાંત જીવદયા ટીમે સફળ રેસ્ક્યુ કર્યું
હાલોલ તાલુકાના તાજપુરા ગામના નારાયણ ધામ ખાતે તા.19 ઓગસ્ટ બુધવારના રોજ સાજના સુમારે રહેણાંક વિસ્તારમાથી 5થી 6 ફૂટ લાંબો અજગર મળી આવતા સ્થાનિકોમાં ફફડાટ ફેલાયો હતો.અજગર જોવા મળતા ગ્રામજનોએ તાત્કાલિક સિદ્ધાંત જીવદયા ટીમને જાણ કરી હતી. જાણ મળતાં ટીમના સભ્યો સ્થળ પર પહોંચી ગયા હતા અને ફોરેસ્ટ વિભાગના RFO ચંદ્રિકાબેન ચૌધરીના માર્ગદર્શન હેઠળ અજગરનું સાવચેતીપૂર્વક અને સફળતાપૂર્વક રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું