ગાંધીધામ: પોલીસ હેડક્વાર્ટર ખાતે દશેરા પર્વે ભવ્ય શસ્ત્ર પૂજન, એસપી સાગર બાગમાર રહ્યા ઉપસ્થિત
ગાંધીધામ પોલીસ હેડક્વાર્ટર ખાતે વિજયા દશમી એટલે કે દશેરાના પાવન પર્વ નિમિત્તે પરંપરાગત શસ્ત્રપૂજનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. પોલીસ વિભાગની વર્ષો જૂની પરંપરા મુજબ પૂર્વ કચ્છ જિલ્લા પોલીસ અધિક્ષક (SP) સાગર બાગમાર દ્વારા શાસ્ત્રોક્ત વિધિથી શસ્ત્રોનું પૂજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે શસ્ત્રોની પૂજા સાથે કાયદો અને વ્યવસ્થાની જાળવણી માટે ફરજ પ્રત્યેની નિષ્ઠા અને કર્તવ્યભાવનો દ્રઢ સંકલ્પ વ્યક્ત કરાયો હતો.