જાંબુઘોડા: જાંબુઘોડાના વાવ ખાતે 'સેવા સંકલ્પ અભિયાન' અંતર્ગત ‘સેવા સેતુ’ કાર્યક્રમ યોજાયો,લાભાર્થીઓને યોજનાકીય સહાયનું વિતરણ કરાયું
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જનસેવા અને સુશાસનના સફળ ૨૫ ગૌરવવંતા વર્ષ પૂર્ણ થવાના અવસર નિમિત્તે રાજ્યભરમાં 'સેવા સંકલ્પ અભિયાન' ચલાવવામાં આવી રહ્યું છે.આ અભિયાન અંતર્ગત જાંબુઘોડા તાલુકાના વાવ ખાતે તા.29 સપ્ટેમ્બર મંગળવારના રોજ ‘સેવા સેતુ’ કાર્યક્રમનુ વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમમાં પંચમહાલ જિલ્લા ભાજપા પ્રમુખ મયંકભાઈ દેસાઈ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.