હાલોલ: હાલોલ ટાઉન પોલીસ દ્વારા મોડલ સ્કૂલ ખાતે સાયબર અવેરનેસ કાર્યક્રમ યોજાયો,વિધાર્થીઓને સાયબર ક્રાઇમ વિશે માહિતગાર કર્યા
પંચમહાલ જિલ્લા પોલીસ ધ્વારા આજે બુધવારના રોજ સાયબર ડે ની ઉજવણી ના ભાગરૂપે સમગ્ર જીલ્લામાં સાયબર અવેરનેસ ક્રાયક્રમો યોજાયા હતા જે અંતર્ગત હાલોલ ટાઉન પોલીસ દ્વારા પણ સાયબર ડે ની ઉજવણી મોડલ સ્કૂલ ખાતે કરવામાં આવી હતી જેમાં શાળાના વિધાર્થીઓ અને શિક્ષકો હાજર રહ્યા હતા જ્યારે આ પ્રસંગે હાલોલ ટાઉન પોલીસ મથકના PSI વી.આર.દામા અને પોલીસ અધિકારીઓ હાજર રહ્યા હતા